સુરતના સચીન પોલીસ મથકમાં આરોપીના મોતને લઈ સવાલો
આરોપીએ દવા પીધી કે પછી કોઈ બીજા કારણે મોત થયુ ?
આરોપીના મોતને લઈ પરિવારના આરોપ
સુરતના સચીન પોલીસ મથકમાં એક આરોપીના મોતને લઈ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે પોલીસ મથકમાં આરોપીએ દવા પીધી કે પછી કોઈ બીજા કારણે મોત થયુ તેને લઈ સવાલો ઉભા થયા છે.
સુરતમાં ફરી એક આરોપીનુ પોલીસ મથકમાં મોત થતા ચકચાર મચી જવા પામી છે. સુરતના સચીન પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલા 65 વર્ષીય સૈયદ બદરૂદ્દીનનુ શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યુ હતું. જેને લઈ પોલીસ સામે સવાલો ઉભા થયા છે. ગોધરાના સૈયદ બદરૂદ્દીન 65 વર્ષના હોવાની સાથે તેની બાયપાસ સર્જરી પણ કરાવાઈ હોય પુછપરછ દરમિયાન કુદરતી હાજતે જવાનુ કહી આરોપીએ ટોયલેટમાં ક્લીનર એસિડ ગટગટાવ્યુ હોવાનુ કહેવાય રહ્યુ છે. તો એસિડ ગટગટાવતા વોમીંટ કરનાર આરોપીને ખાનીગ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ આરોપીના મોતને લઈ પરિવારને જાણ કરાતા જ સિવિલ હોસ્પિટલે મૃતકના પરિવારજનો દોડી ગયા હતાં. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
