સુરત ઉત્રાણમાં પાડોશીઓને પ્રસાદમાં ઝેરની ગોળીઓ આપી
હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં પાડોશી મહિલાને ઝડપી
પોલીસે ઉષાબેન મહેન્દ્ર નાકરાણીને ઝડપી પાડી
સુરતમાં પાડોશીઓને પ્રસાદમાં ઝેરની ગોળીઓ આપી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં પાડોશી મહિલાને ઉત્રાણ પોલીસે ઝડપી પાડી છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એચઆર ગૌસ્વામી અને એનજી પટેલની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્દર્શન હેઠલ તપાસમાં હતી ત્યારે ઉત્રાણાં શાલીગ્રામ સ્ટેટસમાં રહેતા પરિવારને પ્રસાદમાં ઝેર આપી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં પાડોશી મહિલા એવી ઉષાબેન મહેન્દ્ર નાકરાણીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી હતી.
