રિક્ષામાં મોબાઈલ ચોરી કરતી ટોળકીના 5 ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

રિક્ષામાં મોબાઈલ ચોરી કરતી ટોળકીના 5 ઝડપાયા
લાલગેટ પોલીસે મોબાઈલ ચોર ટોળકીના 5ને ઝડપી પાડ્યા

રિક્ષામાં મુસાફરોને બેસાડી આગળ પાછળ કરી નજર ચુકવી મુસાફરોના મોબાઈલની ચોરી કરતી ટોળકીના પાંચને લાલગેટ પોલીસે ઝડપી પાડી ચોરાયેલ બાઈક, મોબાઈલ સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સુરતની લાલગેટ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમી અને સીસીટીવી કેમેરાની મદદથી રીક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના મોબાઈલ ફોનની ચોરી કરતા રીઢા ચોરો ઈરફાન શેખ, વસીમ શાહ, સમીર શેખ, ફયાઝ શાહ અને આરીફ શેખને ઝડપી પાડી પોલીસે રીઢાઓ પાસેથી ચોરાયેલ બાઈક તથા મોંઘાદાટ મોબાઈલ સહિત 1 લાખ 28 હજારની મત્તા કબ્જે કરી પાંચેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *