સુરતમાં દિવાળી પહેલાં ભેળસેળિયા વેપારીઓ સામે મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી
કતારગામના કુબેરનગર-1 સ્થિત ભરત ટ્રેડર્સમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગાયના ઘીના નામે વેચાતા 62 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો
દિવાળીના તહેવાર પહેલાં સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ભેળસેળિયા વેપારીઓ સામે લાલ આંખ કરી હોય તેમ કતારગામ દરવાજા પાસે આવેલા કુબેરનગર-1 સ્થિત મેસર્સ ભરત ટ્રેડર્સમાંથી ગાયના ઘીના નામે વેચાતા 62 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
દિવાળીનો તહેવાર નજીક આવતા જ સુરતમાં ભેળસેળિયા વેપારીઓ સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યો હોય તેમ સુરતના કતારગામ વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી હતી. કતારગામ દરવાજા પાસે કુબેરનગર-1 સ્થિત મેસર્સ ભરત ટ્રેડર્સમાંથી ગાયના ઘીના નામે વેચાતા 62 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગે અંદાજિત 44 હજાર 230 રૂપિયાની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો છે. સાથે જ વિદૂર કાઉ ઘીનો નમૂનો લઈને પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
