સુરતના વરાછામાં ફટાકડાના સ્ટોલમાં આગ
વરાછાના કિરણ ચોક પાસે ફટાકડાના સ્ટોલમાં આગ
આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરી
આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરાશે
સુરતના વરાછા વિસ્તારમાં કિરણ ચોક પાસે ફટાકડાના સ્ટોલમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સુરતના વરાછા વિસ્તારમાં આગની ગંભીર ઘટના બની હતી. કિરણ ચોક પાસે ફટાકડાના પાથરણામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફટાકડાના કારણે આગ ઝડપથી ફેલાતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આગની ચપેટમાં નજીક પાર્ક કરેલા કેટલાક વાહનો આવી ગયા હતા. તો આગના ભયાનક દ્રશ્યો જોઈ લોકોમાં ડર જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા ફાયરની ટીમે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.
