મોડિફાઇડ સાઇલેન્સરવાળી બુલેટ સામે પાલ અને અડાજણ પોલીસની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

મોડિફાઇડ સાઇલેન્સરવાળી બુલેટ સામે પાલ અને અડાજણ પોલીસની કાર્યવાહી
સંયુક્ત કામગીરીમાં 8 મોડિફાઇડ બુલેટ ડિટેઇન
સ્થળ પર જ બે વાહનચાલકોને 1-1 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો
ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે પોલીસ એક્શન મોડમાં આવી

સુરત શહેરમાં મોડિફાઇડ બાઇક અને ખાસ કરીને બુલેટમાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે પાલ અને અડાજણ પોલીસ એક્શન મોડમાં આવી હોય તેમ સંયુક્ત કામગીરી દરમિયાન મોડિફાઇડ સાઇલેન્સરવાળી 8 બુલેટ ડિટેઇન કરવામાં આવી હતી અને સ્થળ પર જ બે વાહન ચાલકોને 1-1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સુરતમાં મોડિફાઇડ બુલેટ ચલાવવાનો શોખ હવે પોલીસની નજરમાં આવ્યો છે. બુલેટમાં મોટા અવાજવાળા મોડિફાઇડ સાઇલેન્સર લગાવી રસ્તા પર ધમધમાટ કરતા વાહનચાલકો સામે પાલ અને અડાજણ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મોડિફાઇડ સાઇલેન્સરવાળી કુલ 8 બુલેટ ડિટેઇન કરવામાં આવી હતી. જ્યારે સ્થળ પર જ બે વાહનચાલકોને 1-1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શહેરમાં અવાજનું પ્રદૂષણ ફેલાવતા અને નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે રસ્તા પર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *