સુરતની પોલીસે બિનવારસી હાલતમાં પડેલો જથ્થો ઝડપી પાડ્યો
પુણા પોલીસે 4 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
પુણા પોલીસે અજાણ્યા બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો
સુરતની પુણા પોલીસે રામદેવ પાર્કિંગની બહારથી બિનવારસી હાલતમાં પડેલો લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનાથી પુણા પી.આઈ. વી.એમ. દેસાઈ તથા સેકન્ડ પી.આઈ. આર.એચ. મોરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.કે. બોરામાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.આઈ. વી.એમ. દેસાઈની બાતમીના આધારે રામદેવ બસ પાર્કિંગની બાજુમાં આવેલ સિતાનગર થી રેશ્મા ચાર રસ્તા જતા રોડ પર ખુલ્લી જગ્યામાંથી બિનવારસી હાલતમાં 4 લાખ 12 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને અજાણ્યા બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.