સુરતની વરાછા પોલીસે ઘરફોડ ચોરી પકડી
રીઢાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા
રાહુલ ભરત ગોહિલ અનેભગીરથ રણુભાઈ મકવાણાને ઝડપ્યા
સુરતની વરાછા પોલીસે ઘરફોડ ચોરી કરનાર રીઢાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરમાં બનતા ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ વરાછા પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ પીબી ગોલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રાજેશભાઈ, અપોકો નરેશભાઈ અને અપોકો જીજ્ઞેશગીરીને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાઓ વેડરોડ ખાતે રહેતા રાહુલ ભરત ગોહિલ અને કતારગામ ખાતે રહેતા ભગીરથ રણુભાઈ મકવાણાને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
