ભાવનગરમાં મોર્ફ ન્યુડ ફોટા તથા મોર્ફ ન્યુડ વિડીયો બનાવ્યા

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં મોર્ફ ન્યુડ ફોટા તથા મોર્ફ ન્યુડ વિડીયો બનાવ્યા
સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

ભાવનગરમાં સગીરવયની ફરીયાદી ભોગ બનનાર મહિલા તથા સગીરવયની સાહેદના અલગ-અલગ મોર્ફ ન્યુડ ફોટા તથા મોર્ફ ન્યુડ વિડીયો બનાવી અલગ અલગ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા યુટુબ એકાઉન્ટ બનાવી ગુન્હો કર્યા બાબત ફરિયાદ નોંધાઈ

ભાવનગર સાયબર ક્રાઇમ હેઠળ ભોગ બનનાર મહિલાઓને સાયબર સુરક્ષા પુરી પાડવા માટે ઓપરેશન સાયબર સુરક્ષિત નારી શરૂ કરવામાં આવેલ છે. જે ઓપરેશન હેઠળ મહિલાઓને સોશ્યલ મીડીયા થકી હેરાન પરેશાન કરતા સાયબર અપરાધીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને આ કામની હકિકત એવી છે કે આ કામના આરોપીએ સગીરવયની ફરી. સાથે ઓનલાઇન મિત્રતા કેળવી અવાર-નવાર વિડીયો કોલમા ફોસલાવી અવાર-નવાર મળવાનુ તથા શરીરસંબંધ બાંધવા ફોસલાવી તથા સગીરવયની ફરી. તથા સાહેદના અલગ-અલગ મોર્ફ ન્યુડ ફોટા તથા મોર્ફ ન્યુડ વિડીયો બનાવી અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ ફેસબુક તથા યુટુબ એકાઉન્ટ બનાવી તેમા અપલોડ કરી ગુન્હો કરતા પોલીસ કાર્યવાહી કરાય છે.  ભાવનગર ગ્રામ્ય દ્વારા ટેકનીકલ તપાસ કરી આરોપી પકડવા ટીમ બનાવેલ છે. સાયબર ક્રાઇમની ફરીયાદ માટે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર-૧૯૩૦ ઉપર કોલ કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશન સાયબર સેલ નો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *