તાપી જિલ્લમાં રત્નોનું સન્માન કાર્યક્રમ યોજાયો
અટલ બિહારી વાજપેયી ઓડીટોરિયમ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો
સન્માન કાર્યક્રમમાં 25 પર્યાવરણ રત્નોનું સન્માન કરવામાં આવ્યું
ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા કિલ્લે સોનગઢ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરિયમ હોલ ખાતે કુલ 25 પર્યાવરણ રત્નો નું સન્માન કરવામાં આવ્યું.
ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા “પર્યાવરણ રત્ન – ૨૦૨૫” કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના સાત તાલુકાઓમાંથી પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ કરનાર પ્રતિભાઓને શોધી ટ્રોફી,પ્રમાણપત્ર તેમજ તુલશી છોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં પ્રાકૃતિક ખેતી, શિક્ષણ, સામાજિક સેવા, નદી આયામ, વૃક્ષારોપણ,જળ સંચય કરવા, પ્લાસ્ટિક નો ઉપયોગ અટકાવવા વગેરે પર્યાવરણ સાથે સંકળાયેલ બાબતોનું ધ્યાન રાખી 25 પર્યાવરણ રત્નો કે જે નિઃસ્વાર્થ ભાવે કાર્યો કરે છે તેઓને સન્માનિત કરાયાં હતાં.ભાવિ પેઢીમાં સેવાભાવ અને પર્યાવરણ જાગૃતિ નો વારસો જાળવી રાખવાની ભાવના સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. “પર્યાવરણ રત્ન – ૨૦૨૫” કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શ્રી આર.આર. બોરડ સાહેબ એ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતનાં સંયોજક શ્રી અરૂણસિંહ રાજપૂત, સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ(પાટીલ), સહ સંયોજક શ્રી શૈલેન્દ્ર ઠાકોર(શૈલુ બાપુ), કારોબારી સભ્ય શ્રી વિક્રમસિંહ વાઘેલા, સોનગઢ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સારીકાબેન પાટીલ, ભાજપા ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી શ્રીમતી કૈલાશબેન ગામીત, તાપી ભાજપા મહામંત્રી શ્રી રાકેશભાઈ કાંચવાલા,સોનગઢ ભાજપા નગર પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ એમણે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. “પર્યાવરણ રત્ન – ૨૦૨૫” કાર્યક્રમ ની સફળતાં ગંગા સમગ્ર તાપી પ્રાંત નાં દરેક પદાધિકારીઓની અથાગ મહેનત અને સામૂહિક કાર્ય કરવાની અને જવાબદારી અદા કરવાની ત્રેવડ નું સુંદર પરિણામ હતું. જેથી ઉપરી અધિકારીઓ પોતાને ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓને શાબાશી આપી એમની પીઠ થાબડતાં રોકી શક્યા નહોતા. જે ગૌરવની બાબત રહી હતી…..સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાન ચંદાની હિંદ ટીવી ન્યૂઝ તાપી