માંડવીમાં આજે નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી કરાઈ
નેશનલ ડોક્ટર્સ ડે તેમજ સીએડે નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી.
કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા
માંડવી મુકામે લાયન્સ ક્લબ ઓફ માંડવી ટાઉન દ્વારા આજરોજ નેશનલ ડોક્ટર્સ ડે તેમજ સીએ(ચાર્ટર એકાઉન્ટન્ટ) ડે નિમિત્તે શુભેચ્છા ઓ પાઠવી.
માનવસેવા એ જ ઈશ્વર સેવા છે આ મહાન કાર્યમાં આપણા સમાજમાં ડોક્ટર સદાય અગ્રણી રહ્યા છે આજના શુભ દિવસે લાયન્સ ક્લબ માંડવી ટાઉન દ્વારા તમામ ડોક્ટર્સ તેમજ સીએ ચાર્ટર એકાઉન્ટન નો દિલથી આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ તેમણે પોતાના જીવનને માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યું છે. આપની નિષ્ઠા કરુણા અને અવિરત સેવા બદલ તેઓને લાયન્સ ક્લબ માંડવી ટાઉન દ્વારા પ્રેસિડન્ટ શ્રી લાયન હસમુખ કે મિસ્ત્રી એડવોકેટ તેમજ સેક્રેટરી શ્રી લાયન ડેની પટેલ તથા લાયન સભ્યો દ્વારા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સુપ્રિટેન્ડન ડોક્ટર પરિમલ એમ ચૌધરી તથા ડોક્ટર હર્ષિદા ચૌધરી ડોક્ટર પાર્થ વાઘાણી ડોક્ટર નિકેતા પટેલ ડોક્ટર કાજલ પટેલ ડોક્ટર શૈલેષ ગામીત ડોક્ટર પંકજ ગામીત ડોક્ટર દિપક વસાવા ડોક્ટર જીનલ ચૌધરી તેમજ તેજસ આંખની હોસ્પિટલ જે દિવ્ય જ્યોત ટ્રસ્ટ દ્વારા માંડવી અમલસાડી મુકામે કાર્યરત છે. ત્યાં ડોક્ટર્સ ઉદયભાઇ ગજીવાલા તેમજ ડોક્ટર અભિષેક વાસડિયા ડોક્ટર શાલીન શાહ ડોક્ટર પૂજા કાપડિયા તથા યશ ચિલ્ડ્રન હોસ્પિટલ ના લાયન ડોક્ટર શૈલેષ ચૌધરી તેમજ સીએ ચાર્ટર એકાઉન્ટન્ટ લલીતભાઈ ચૌધરી નું સ્વાગત કરે અભિવાદન કર્યું…