પોલીસ ચોકીથી માત્ર ૩૦ ફૂટ દૂર સીટી બસ પર પથ્થરમારો
રીક્ષા અને બસ ચાલક વચ્ચે લોહીયાળ જંગના સીસીટીવીવાયરલ
સ્માર્ટ સિટી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતો કિસ્સો સામે આવ્યો છે.
ભાવનગર શહેરના વ્યસ્ત એવા ઘોઘા ગેટ પોલીસ ચોકીથી માંડ ૩૦ ફૂટના અંતરે રિક્ષા આડી રાખવા જેવી સામાન્ય બાબતમાં રીક્ષા ચાલક અને સીટી બસના ડ્રાઇવર વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકે પથ્થરમારો કરી સીટી બસના કાચ ફોડી નાખ્યા હતા, જેના કારણે મુસાફરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ હિંસક ઘટનામાં છરી અને પેવર બ્લોક વડે સામસામે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી કડક કાયદેસરની કાર્યવાહી અને FIR નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે..
