તાપી : પ્રાથમિક શાળામાં શિક્ષક સ્નેહ મિલનનું આયોજન કરાયું
તાલુકામાં પહેલી વાર શિક્ષક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું
ધોધમાર વરસાદમાં પણ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા
તાપી જિલ્લા સોનગઢ તાલુકાના સીંગપુર ગામની પ્રાથમિક શાળા ખાતે તા.5 જુલાઈ શનિવાર ના રોજ શાળાના સમય બાદ શિક્ષક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું.
તાલુકામાં આમ પહેલી વાર આવું શિક્ષક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સીંગપુર કેન્દ્રની 16 શાળાના શિક્ષકો, બદલી થઈ અને તે સાથે પોતાના વતન ગયેલા તથા નિવૃત શિક્ષકો આવા ધોધમાર વરસાદ માં પણ મોટી સંખ્યા માં શિક્ષકો હાજર રહ્યા હતા. આ કેન્દ્ર માં નવા આવેલા બદલી થી ગયેલા અને નિવૃત થયેલા શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું. તથા બાળકોને હજુ કઈ રીતે સારૂ શિક્ષણ આપી શકાય અને બાળકોના ઉજવળ ભવિષ્ય માટે હજુ કેવા સારા પ્રયત્નો કરી શકાય તથા હાલ નવા પરિપત્ર મુજબ બેગલેસ ડે અંતર્ગત કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકાય કે જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય. એવા મુદ્દાઓ વિશે સારી રીતે ચર્ચા કરવામાં આવી હતી.