કુવામાં ‘નળ સે જળ’ અને ‘વાસ્મો’ (WASMO) યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી,
સ્થાનિક ગ્રામજનો દ્વારા મળતી માહિતી મુજબ WASMO યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી
કુવામાં પડી જવાથી 6 વર્ષની બાળકીનું કરુણ મોત
ડામોર ફળિયામાં રહેતી ૬ વર્ષની એક માસૂમ બાળકી પાણી સાથે બની ઘટના
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
દાહોદ જિલ્લાના લીલવા ઠાકોર ગામે કુવામાં પડી જવાથી 6 વર્ષની બાળકીનું કરુણ મોત; ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળ્યો
દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના લીલવા ઠાકોર ગામમાં આજે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. લીલવા ઠાકોર ગામના ડામોર ફળિયામાં રહેતી ૬ વર્ષની એક માસૂમ બાળકી પાણી ભરવા જતી હતી ત્યારે અચાનક કુવામાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.ગ્રામજનો દ્વારા તંત્રની ઘોર બેદરકારીના આક્ષેપો સ્થાનિક ગ્રામજનો દ્વારા મળતી માહિતી મુજબ, આ કુવા પર અગાઉ પણ ૩ થી ૪ વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે. ગામ લોકોનો આરોપ છે કે આ કુવામાં ‘નળ સે જળ’ અને ‘વાસ્મો’ (WASMO) યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કુવાની સુરક્ષા કે સમારકામ બાબતે તંત્ર દ્વારા સંપૂર્ણ દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તેમણે અગાઉ પણ અનેક વખત સબંધિત વિભાગોમાં કુવાનું સમારકામ કરવા માટે લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવ્યા નથી કે સમારકામની તસ્દી લેવામાં આવી નથી. આજે એક નાનકડી બાળકીએ જીવ ગુમાવવો પડ્યો ત્યારે તંત્રની પોલ ખૂલી ગઈ છે. ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓ પાસે માંગણી કરી છે કે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અન્ય કોઈ જીવ જોખમમાં ન મુકાય.
