બીફોર નવરાત્રી દાંડિયા નાઈટ નું આયોજન કરાયું
શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર ટ્રસ્ટી સહિત સ્ટાફ વાલીઓ ઉપસ્થિત રહ્યા
શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર દ્વારા બીફોર નવરાત્રી નું આયોજન કરાયું
બાળકો,વાલીઓ,શહેરીજનો માટે પુરસ્કારનું પણ આયોજન
અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ પુરસ્કારો હતો
દાહોદના શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર ગ્રુપ દ્વારા સ્કૂલના પ્રાંગણમાં બીફોર નવરાત્રી દાંડિયા નાઈટ નું આયોજન કરાયું, જ્યાં વિદ્યાર્થીઓ વાલીઓ અને સમગ્ર દાહોદ ગરબા ખેલૈયાઓનું આમંત્રણ હતું, જ્યાં મ્યુઝિક ની તાલે સહુ ઝૂમી ઉઠ્યા હતા
નવરાત્રી પર્વને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રી પહેલા અનેક જગ્યાએ બીફોર નવરાત્રી ના કાર્યક્રમ થતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર ગ્રુપ દ્વારા બીફોર નવરાત્રી અંતર્ગત કાર્યક્રમ યોજતા હોય છે તેના જ ભાગરૂપે રાત્રી દરમિયાન સ્કૂલ ગ્રુપ દ્વારા દાંડિયા નાઈટ નું આયોજન કરાયું હતું સ્કૂલ ના મધ્યમાં ગ્રાઉન્ડ ખાતે સુંદર આયોજન કરાયું હતું જેમાં ગરબાની તાલે દાહોદના ખેલૈયાઓ ગરબા ની તાલે ઝૂમતે નજરે પડ્યા હતા સ્કૂલ ગ્રુપ દ્વારા વિશેષ માં બાળકો ટીચરો વાલીઓ અને ખેલૈયાઓ માટે ગરબા ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ પ્રિન્સિપલ કોર્ડીનેટર સ્ટાફ સહિત આગાવેનો ઉપસ્થિત રહયા, બાળકો દ્વારા અલગ અલગ થીમ પર ગરબે રમતા ખલેયાઓ નજરે પડ્યા હતા રાત્રી દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર ગ્રુપ દ્વારા બેસ્ટ ગરબા બેસ્ટ ડ્રેસ ગરબા કિંગ સહિતના ઇનામોથી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા.. મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં શહેરીજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી.
