સુરતમાં 10 દિવસમાં 720 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 10 દિવસમાં 720 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ
ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જાળવવા મનપાની કાર્યવાહી
તપાસ દરમિયાન 294 હોટલ-રેસ્ટોરન્ટને નોટિસ ફટકારાઈ
સુરતમાં 549.9 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

સુરતમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી યથાવત્ છે. છેલ્લા 10 દિવસ દરમિયાન શહેરની 720 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન 294 હોટલ-રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 549.9 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.

સુરતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ યથાવત્ છે. છેલ્લા 10 દિવસમાં શહેરની 720 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન નિયમોના પાલન સહિત વિવિધ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 294 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે. ફૂડ વિભાગની આ કાર્યવાહી દરમિયાન 549.9 કિલોગ્રામ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે 232 હોટલ અને રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળ પર જ 10 લાખ 30 હજાર 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તહેવારોના માહોલમાં નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ, નવરાત્રિ દરમિયાન યોજાતા કોમર્શિયલ ગરબામાં ફૂડ સ્ટોલ લગાવતા સંચાલકો માટે પણ સૂચના આપવામાં આવી છે. આવા ફૂડ સ્ટોલના સંચાલકોએ સુરત મહાનગરપાલિકામાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. ગરબા આયોજકો અને ફૂડ સ્ટોલ સંચાલકોએ ખાદ્ય સુરક્ષાને લગતા નિયમોનું પાલન કરવું પડશે. તહેવારો દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *