સોનગઢના ખરસી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહા સ્વાસ્થ્ય યજ્ઞ યોજાયો

Featured Video Play Icon
Spread the love

સોનગઢના ખરસી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહા સ્વાસ્થ્ય યજ્ઞ યોજાયો
મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું
મહા સ્વાસ્થ્ય યજ્ઞમાં 637 જેટલા લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ખરસી ગામે આવેલી પીએમ શ્રી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે ખરસી સેવા સમિતિ યુવક મંડળ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી ‘મહા સ્વાસ્થ્ય યજ્ઞ’ યોજાયો હતો. રાજ્યકક્ષાના રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે કેમ્પની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું અને લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

આ કાર્યક્રમમાં નિઃશુલ્ક આંખ નિદાન અને ચશ્મા વિતરણ, સામાન્ય આરોગ્ય તપાસણી તથા સ્વૈચ્છિક રક્તદાન એમ ત્રણ સેવાઓનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. કેમ્પમાં 637 જેટલા લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો, જ્યારે રક્તદાન શિબિરમાં 48 બોટલ રક્ત એકત્રિત થયું હતું. મંત્રીશ્રીએ રક્તદાતાઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો તથા સરકારી તંત્રમાંથી ટી.ડી.ઓ.શ્રી અને પોલીસ વિભાગના ડી.વાય.એસ.પી. નરવડે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને યુવક મંડળના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું હતું. વિશાલ ગામીતના સંકલન અને ખરસી સેવા સમિતિ યુવક મંડળના સહયોગથી રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક, વ્યારા; રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના સહકારથી યોજાયેલો આ મહા સ્વાસ્થ્ય યજ્ઞ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના નાગરિકો સુધી આરોગ્યસેવાઓ પહોંચાડવા તથા સેવાભાવ અને રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *