દાહોદ તાલુકા કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા યોજાઇ

Featured Video Play Icon
Spread the love

દાહોદ તાલુકા કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા યોજાઇ
૩૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
શશીધન ડે સ્કૂલના ઓપન ગ્રુપ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત
જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા સંચાલીત
ગુરૂકુળ વિધાલય છાપરી ખાતે આયોજન

દાહોદ તાલુકા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધા છાપરી ના ગુરૂકુળ વિધાલય સ્કુલ ખાતે શનિવારે યોજાઇ હતી. જેમાં ૩૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

દાહોદ તાલુકા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધા છાપરી ના ગુરૂકુળ વિધાલય ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દાહોદ સંચાલીત અને ગુરૂકુળ વિધાલય ના સહયોગથી આ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સ્પર્ધક કલાકારોએ ગાયન વાદન અને નૃત્ય સાહિત્ય સહિતના વિવિધ વિભાગમા ભાગ લીધો હતો. શશીધન ડે સ્કૂલના શિક્ષકોએ ઓપન કેટેગરીમાં ભજન અને વોકલમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, ગરબા 6 થી 14 વર્ષની કેટેગરીમાં સેન્ટ-સ્ટીફન સ્કૂલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, આ કાર્યક્રમમા કલાકારોને પ્રોત્સાહન આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, ગુરુકુળ વિદ્યાલય ના પ્રિન્સિપલ, સ્પર્ધકો સિવાય ટીચરો ઉપસ્થીત રહ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *