સુરત જિલ્લા પંચાયતની અનધિકૃત બાંધકામો પર તવાઈ
100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પર ડિમોલિશન
રેલવે સ્ટેશન નજીક પંચાયતની જમીન પર હતું દબાણ
50 વર્ષથી ગેરકાયદેસર રીતે ચાલતું અંબિકા ઓટોમોબાઇલ્સ અને પેટ્રોલ પંપનું ડિમોલેશન તોડી પડાયું
સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ.100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનધિકૃત દબાણો દૂર કરાયા છે. સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્લી ગેટ, રિંગરોડના વોર્ડ નં.7, સિટી સર્વે નં. 6ની અંદાજે 8037 ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર અંબિકા ઓટોમોબાઇલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલિશનથી તોડી પાડ્યા છે. આ જમીન જિલ્લા લોકલ બોર્ડ-સુરતની હતી, ત્યારબાદ વર્ષ 1961થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા આ મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે.