સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દારૂના અડ્ડા પર દરોડા
બુટલેગર સંજય દાઢીના અડ્ડા પર એસએમસીની કાર્યવાહી
દારૂના અડ્ડા પર દરોડા, 9 લોકોની ધરપકડ કરાઈ
સુરતમાં ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતાં. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બુટલેગર સંજય દાઢીના અડ્ડા પર દરોડા પાડી 9 લોકોની ધરપકડ કરી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરતના લીંબાયત પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતાં. વિજીલન્સની ટીમના કુખ્યાત બુટલેગર સંજય ઉર્ફે સંજુ દાઢીના અડ્ડા પર દરોડા દરમિયાન દેશી અને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 9 ઈસમોની અટકાયત કરાઈ હતી. દારૂના જથ્થા ઉપરાંત 8 મોબાઈલ ફોન, 4 વાહનો અને રોકડ રકમ સહિત કુલ 3 લાખ 46 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે, આ સમગ્ર મામલે સંજય ઉર્ફે સંજુ દાઢીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
