સુરતના ‘પોઝિટિવ કોચિંગ ક્લાસીસ’એ સફળતાનો ડંકો વગાડ્યો
20 વિદ્યાર્થીઓએ ‘A1’ ગ્રેડ મેળવી નવી સિદ્ધિ હાંસલ કરી
સુરતમાંથી શિક્ષણ જગતને ગૌરવ અપાવતી ખુશખબર સામે આવી રહી છે. ધોરણ-10 ના જાહેર થયેલા પરિણામોમાં સુરતના ‘પોઝિટિવ કોચિંગ ક્લાસીસ’એ ફરી એકવાર પોતાની સફળતાનો ડંકો વગાડ્યો છે.. વર્ષ 2025-26 ના પરિણામોમાં સંસ્થાના 20 વિદ્યાર્થીઓએ ‘A1’ ગ્રેડ મેળવી નવી સિદ્ધિ હાંસલ કરી છે. તો ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં અનેક વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે.
સુરત સ્થિત પોઝિટિવ કોચિંગ ક્લાસીસે આ વર્ષે ધોરણ-10 બોર્ડના પરિણામોમાં શાનદાર પ્રદર્શન કરીને સફળતાનો નવો ઇતિહાસ રચ્યો છે… દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરીને શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે… પોઝિટિવ ક્લાસીસના કુલ 20 તેજસ્વી વિદ્યાર્થીઓએ ‘A1’ ગ્રેડ મેળવી સંસ્થા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. જેમા સુતરિયા જશ અને સાવલિયા વાસુ સહિતના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવી ખાસ સિદ્ધિ નોંધાવી છે…
વિશેષ વાત એ છે કે ગણિત અને વિજ્ઞાન વિષયોમાં અનેક વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવી અભ્યાસ પ્રત્યેની મહેનત અને સંસ્થાની ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિને સાબિત કરી છે. સંસ્થાના સંચાલકોના જણાવ્યા અનુસાર અનુભવી શિક્ષકોના માર્ગદર્શન, વિદ્યાર્થીઓની સતત મહેનત અને વાલીઓના સહકારથી આ ગૌરવપૂર્ણ પરિણામ શક્ય બન્યું છે. વિદ્યાર્થીઓની આ તેજસ્વી સફળતા બદલ પોઝિટિવ કોચિંગ ક્લાસીસ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે…
