ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ
સુરત શહેરમાં પણ ખુશી અને નિરાશા મળતો જુલતો માહોલ
રાધાકૃષ્ણ વિદ્યાલય અને રાધેશ્યામ ઈંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન
આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં લાંબા સમયથી ચાલતી આતુરતાનો અંત આવ્યો છે. સમગ્ર રાજ્ય સાથે સુરત શહેરમાં પણ ખુશી અને નિરાશા મળતો જુલતો માહોલ જોવા મળ્યો.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ વિદ્યાલય અને ગોડાદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઈંગ્લીશ સ્કૂલમાં પરિણામ જાહેર થતાં જ ખુશીની લહેર દોડતી જોવા મળી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી.આ વર્ષે સુરત શહેરમાંથી કુલ 6475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે. જેમાં રાધાકૃષ્ણ વિદ્યાલય અને રાધેશ્યામ ઈંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. શાળાના પરિણામની વાત કરીએ તો A1 ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 50 વિદ્યાર્થીઓ અને B1 ગ્રેડમાં 59 વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે. કુલ મળીને શાળાનું પરિણામ 93 ટકા નોંધાયું છે,
ગત વર્ષની સરખામણીએ વધુ સારું છે.“આ વર્ષે વિદ્યાર્થીઓએ ખુબ મહેનત કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે આ સરસ પરિણામ મળ્યું છે. અમે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ.”ગત વર્ષની સરખામણીએ સારું પરિણામ આવતા શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે અને શાળા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ રીતે ધોરણ 10 ના પરિણામે અનેક વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત લાવ્યું છે, તો કેટલાક માટે આગળ વધુ મહેનત કરવાની પ્રેરણા બની રહ્યું છે.
