સુરતમાં ભવ્ય દુર્ગા પુજાનુ આયોજન
સુરતને અનેક પ્રાંતના લોકોએ કર્મભુમિ બનાવ્યુ
દુર્ગા પુજામાં હજ્જારોની સંખ્યામાં બંગાળી સમાજના લોકો જોડાયા
સુરતને કર્મભુમિ બનાવનાર બંગાળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉધના ખાતે ભવ્ય દુર્ગા પુજાનુ આયોજન કરાયુ હતું.
સુરતને અનેક પ્રાંતના લોકોએ કર્મભુમિ બનાવ્યુ છે. અને સુરતમાં પોતાના તહેવારોની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે. ત્યારે સુરતના ઉધના હરીનગર ત્રણ ખાતે આવેલ કોમેડીહોલમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા પુજા નુ આયોજન કરાયુ હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ બંગાળી સમાજ દ્વારા યોજાયેલ દુર્ગા પુજામાં હજ્જારોની સંખ્યામાં બંગાળી સમાજના લોકો જોડાયા હતાં. અને પુજા અર્ચના કરી હતી.
