સુરતની ખટોદરા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ખટોદરા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો
ખટોદરા, પાંડેસરા, ગોડાદરા અને લિંબાયતમાં વાહન ચોરી
વાહન ચોરને ઝડપી પાડી પાંચ વાહનો કબ્જે કર્યા

સુરતની ખટોદરા પોલીસે ખટોદરા, પાંડેસરા, ગોડાદરા અને લિંબાયતમાં વાહન ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડી પાંચ વાહનો કબ્જે કર્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર અને મદદનીશ પોલીસ કમિશનર એચ ડીવીઝનની સુચનાથી ખટોદરા પી.આઈ. બી.આર. રબારી અને સેકન્ડ પી.આઈ. સી.કે. નીનામાની નીગરાનીમાં પી.એસ.આઈ. આર.જી. રાઓલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કરણ, દિવ્યરાજસિંહ અને જગદીશ તથા પુષ્પકસિંહએ બાતમીના આધારે રીઢા વાહન ચોર હરીઓમ ઉર્ફે અક્ષય અનિલસિંગ રાજપુતને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેની મોટર સાઈકલ અંગે પુછતા ચોરીની હોવાની કબુલાત કરી હતી જ્યારે કડક પુછપરછ કરતા ખટોદરા ઉપરાંત પાંડેસરા, ગોડાદરા અને લિંબાયત પોલીસ મથકની હદમાંથી ચોરાયેલા પાંચ વાહનો કબ્જે લઈ રીઢાની વધુ પુછપરછ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *