મઢી સુગર ફેક્ટરી ખાતે ભવ્ય ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

Featured Video Play Icon
Spread the love

મઢી સુગર ફેક્ટરી ખાતે ભવ્ય ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
ગામતળાવ બજરંગના મહિલા ભજન મંડળે ભજનોની રમઝટ બોલાવી
ભજનના તાલે ભક્તજનો ભક્તિમાં લીન થયા
ભજનોની સાથે ભક્તોએ ગરબાની રમઝટ પણ બોલાવી

મઢી સુગર ફેક્ટરી ખાતે ગામતળાવ બજરંગના મહિલા ભજન મંડળ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળની ભજનની રમઝટથી સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.

ગામતળાવ બજરંગના મહિલા મંડળને મઢી સુગરની સાંસ્કૃતિક ઉત્સવ સમિતિ દ્વારા ભજન સંધ્યા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણને માન આપી મહિલા ભજન મંડળ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.મહિલા મંડળ દ્વારા એકથી એક સુંદર ભજનોની રજૂઆત કરવામાં આવતા ભક્તજનો ભક્તિમાં લીન થયા હતા. ભજનોની રમઝટથી મઢી સુગર ફેક્ટરીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.ભજનના તાલે ભક્તજનો ગરબે પણ ઘૂમ્યા હતા. સાંસ્કૃતિક ઉત્સવ સમિતિના સભ્યોએ ગણેશોત્સવ દરમિયાન દસ દિવસ સુધી હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *