સુરતની પરમ હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક સર્જિકલ સિસ્ટમનો ઉમેરો

Featured Video Play Icon
Spread the love

સુરતની પરમ હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક સર્જિકલ સિસ્ટમનો ઉમેરો
Johnson & Johnsonની નવી રોબોટિક સર્જરી ટેક્નોલોજી સ્થાપિત
જટિલ સર્જરીમાં સર્જનોને વધુ ચોકસાઈ અને નિયંત્રણમાં મદદ
આધુનિક તબીબી સુવિધાઓમાં સુરતને વધુ એક ટેક્નોલોજીની ભેટ

સુરતના પુણાગામ સ્થિત પરમ હોસ્પિટલમાં આધુનિક તબીબી ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ ટેક્નોલોજીનો ઉમેરો થયો છે. હોસ્પિટલમાં Johnson & Johnson કંપનીની નવી અત્યાધુનિક રોબોટિક સર્જિકલ સિસ્ટમનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ સિસ્ટમની મદદથી જટિલ સર્જરી દરમિયાન સર્જનોને વધુ ચોકસાઈ અને નિયંત્રણ સાથે ઓપરેશન કરવામાં સહાય મળશે.

પરમ હોસ્પિટલમાં નવી રોબોટિક સર્જિકલ સિસ્ટમના સ્થાપનને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. હોસ્પિટલના ડૉ. ભરત સુતરિયાએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમમાં રિયલ-ટાઇમ ડેટા અને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવતી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.રોબોટિક સિસ્ટમ સર્જનનું સ્થાન લેતી નથી, પરંતુ સર્જનના હાથની કુશળતા અને નિયંત્રણને ટેક્નોલોજી દ્વારા વધુ સક્ષમ બનાવે છે. મોશન સેન્સર્સ અને નિયંત્રિત મૂવમેન્ટ ટેક્નોલોજીની મદદથી સર્જનને વધુ ચોકસાઈ સાથે સર્જિકલ પ્રક્રિયા કરવામાં મદદ મળી શકે છે.ખાસ કરીને ઘૂંટણની જટિલ સર્જરી, જૂના અથવા વધુ ડેમેજ ધરાવતા ફ્રેક્ચર્સ બાદ થતા ઘસારાની સારવાર જેવી પ્રક્રિયાઓમાં આ ટેક્નોલોજી ઉપયોગી બની શકે છે. સર્જરી દરમિયાન આસપાસના ટિશ્યૂને શક્ય તેટલું સુરક્ષિત રાખીને નિયંત્રિત રીતે પ્રક્રિયા કરવામાં મદદ મળી શકે છે.હોસ્પિટલના જણાવ્યા મુજબ, યોગ્ય દર્દીઓમાં રોબોટિક સર્જરીથી નાના કાપા, ઓછું લોહી વહી જવું, ઓછો દુખાવો અને ઝડપી રિકવરી જેવા સંભવિત ફાયદા થઈ શકે છે. પરમ હોસ્પિટલમાં અગાઉથી એક રોબોટિક સર્જિકલ સિસ્ટમ ઉપલબ્ધ છે, ત્યારે વધતી સર્જરીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ એક સિસ્ટમ ઉમેરવામાં આવી છે. નવી સિસ્ટમથી રોબોટિક સર્જરીની સુવિધા વધુ દર્દીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે તેવી હોસ્પિટલ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *