સુરતની અઠવા પોલીસે એમડી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
સીવીલ હોસ્પિટલ પાછળથી કિશોર સહિત ત્રણને ઝડપ્યા
શહેબાજખાન પઠાણ અને આસીફ શેખને ઝડપી પાડ્યા
સુરતની અઠવા પોલીસે નાનપુરા જુની સીવીલ હોસ્પિટલ પાછળથી કિશોર સહિત ત્રણને ઝડીપ પાડી લાખોનો એમડી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતની અઠવા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે નાનપુરા જુની સિવિલ હોસ્પિટલ પાછળથી એક બાળ કિશોર તથા નાનપુરા ખાતે રહેતા શહેબાજખાન પઠાણ અને આસીફ શેખને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓની ઝડતી લેતા તેઓ પાસેથી 3 લાખ 70 હજારથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો. જેથી પોલીસે એમડી ડ્રગ્સ, મોપેડ, મોબાઈલ ફઓન અને રોકડ સહિત 4 લાખ 20 હજારથી ધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર કમાભાઈ અને ડ્રગ્સ મંગાવનાર અજાણ્યા ઈસમને અઠવા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતાં.
