સુરતમાં ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે તસ્કરોનો હાથફેરો
ડિંડોલી ખાતે મહેક સોસાયટીને નિશાન બનાવી હાથફેરો કરી ગયા
ઘરના લોકોને સ્પ્રે નાંખી બેહોશ કર્યા બાદ ચોરોએ ચોરી કરી
સુરતમાં ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે ડિંડોલી ખાતે આવેલ મહેક સોસાયટીને નિશાન બનાવી તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો બીજી તરફ ઘરના લોકોને સ્પ્રે નાંખી બેહોશ કર્યા બાદ ચોરોએ ચોરી કરી હોય જેને લઈ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા હતાં.
સુરતમાં રોજેરોજ ચોરી સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ડિંડોલી ખાતે આવેલ મહેક સોસાયટીમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. ઘરમાં પરિવારના લોકો ઉંઘતા હતા તે સમયે સ્પ્રે જેવુ પદાર્થ છાંટી તમામને બેહોશ કર્યા બાદ કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત લાખોની મત્તાની ચોરી કરી ચોરો ભાગી છુટ્યા હતાં. બનાવને લઈ ઘરના લોકો સવારે જાગતા ચોરીની જાણ થતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. જો કે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છએ. સરેઆમ ચોરોએ ઘરના લોકોને બેહોશ કરી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપતા ચકચાર મચી ગઈ છે.
