સુરતના સિંગણપોરના નવા મહોલ્લામાં એપાર્ટમેન્ટમાં આગ લાગી

Featured Video Play Icon
Spread the love

સુરતના સિંગણપોરના નવા મહોલ્લામાં એપાર્ટમેન્ટમાં આગ લાગી
પહેલા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
આગની ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

સુરતના સિંગણપોર વિસ્તારના નવા મહોલ્લામાં આવેલા એપાર્ટમેન્ટના પહેલા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બનાવની જાણ થતા ફાયરી ટીમે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.

સુરતમાં આગની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે ત્યારે સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા નવા મહોલ્લાના એક એપાર્ટમેન્ટના પહેલા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવવાની બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *