ભાવનગરમાં પગાર સહિતના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને રજૂઆત

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં પગાર સહિતના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને રજૂઆત
ટૂંકા સમયગાળાના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
ગાંધીનગર અને દિલ્હી સુધી લડત લઈ જવાની ચેતવણી આપી

ભાવનગર જિલ્લા આંગણવાડી ની કર્મચારીઓ દ્વારા પગાર સહિતના પડતર પ્રશ્નોને લઈને આજરોજ વિશાળ રેલી સાથે આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું અને રાજ્ય સરકાર તત્કાલ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવે તે માટે માંગ કરી હતી અને જો પ્રશ્નો નહીં ઉકેલાય તો આ લડત ગાંધીનગર અને દિલ્હી સુધી લઈ જવાની ચેતવણી આપી હતી.

સમગ્ર રાજ્યમાં આંગણવાડી કર્મચારી તરીકે ફરજ બજાવતી મહિલાઓ પાયાકીય પડતર પ્રશ્નોને લઈને છેલ્લા ઘણા સમયથી સરકાર સામે પોતાની માંગ મૂકી છે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ આ કર્મચારીઓને યોગ્ય વેતન ચૂકવવા હુકમ કર્યો છે પરંતુ આ હુકમ સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગઈ છે ત્યારે પગાર ઉપરાંત કામના કલાકો સહિત અલગ અલગ અનેક મુદ્દાઓ સંદર્ભે સરકાર સામે લડત શરૂ છે ત્યારે આજે ભાવનગર શહેર જિલ્લાની અલગ અલગ આંગણવાડીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ વિશાળ સંખ્યામાં મોતીબાગ ટાઉનહોલ ખાતે એકઠી થઈ હતી અને અહીંથી વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી અને જિલ્લા કલેકટરને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરી હતી.

આ પ્રશ્નોમાં પગાર વધારો તેમજ ઓનલાઇન કામગીરી અને મોબાઈલ દ્વારા કરવામાં આવતી કામગીરી સંદર્ભે રજૂઆતો કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા આ પ્રશ્નોનો તત્કાલ ઉકેલ લાવવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ઘેરાવ કરવા સાથે આ લડતને દિલ્હી સુધી લઈ જવાની ગર્ભીત ચિમકી ઉચ્ચારી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *