સુરતના ગોડાદરા વિસ્તારમાં ભવ્ય ગણપતિ આયોજન સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Featured Video Play Icon
Spread the love

સુરતના ગોડાદરા વિસ્તારમાં ભવ્ય ગણપતિ આયોજન સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લીધો ભાગ
ગણપતિ મહોત્સવમાં સેવા કાર્યને લઈ લોકોમાં ઉત્સાહ

સુરતના ગોડાદરા વિસ્તારમાં ભવ્ય ગણપતિ આયોજન સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો મોટી સંખ્યામાં લોકોએ સેવાનો લાભ લીધો હતો

સુરતના ગોડાદરા વિસ્તારમાં અંબિકા હાઈટ્સના મિત્ર મંડળ દ્વારા સુરત ચા મહારાજા ગણપતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપાના દર્શન અને ધાર્મિક કાર્યક્રમ સાથે સામાજિક સેવા કાર્યને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે રાધેશ્યામ ઈંગ્લિશ સ્કૂલ અને સુરત ચા મહારાજા ગણપતિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાધેશ્યામ ઈંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટી આલોકભાઈ પટેલ તેમજ સાગર પટેલ તેમજ સમ્રાટભાઈ પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં સ્થાનિક લોકો, સમાજના આગેવાનો અને ગણપતિ મહોત્સવ સાથે જોડાયેલા કાર્યકરોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને પૂરતું રક્ત મળી રહે તે માટે રક્ત એકત્ર કરવાનો હતો. કેમ્પ દરમિયાન 101થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતા, જે સામાજિક સેવા અને માનવતાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું.ગણપતિ મહોત્સવની ઉજવણી સાથે રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરીને આયોજકો દ્વારા સમાજમાં રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો અને સમાજના આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિથી સમગ્ર આયોજનને વધુ વેગ મળ્યો હતો.આ પ્રસંગે આયોજકોએ રક્તદાનને મહાદાન ગણાવી જરૂરિયાતમંદોની મદદ માટે વધુમાં વધુ લોકો આગળ આવે તેવી અપીલ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *