સુરત જિલ્લા એલસીબીના કોન્સ્ટેબલ એસીબીના છટકામાં સપડાયો
પોલીસ કર્મી એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો
પ્રોહિબિશનના ગુનામાં આરોપીઓને ન મારવા માટે લાંચ માગી
સુરત જિલ્લા એલસીબીનો લાંચીયો પોલીસ કર્મી એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. પ્રોહિબિશનના ગુનામાં આરોપીઓને ન મારવા માટે લાંચ માગી હતી.
સુરત જિલ્લા એલસીબીની ટીમે કામરેજ પોલીસ મથકની હદમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને જેમાં ફરિયાદીના જમાઈની અટક કરી હતી જ્યારે પતિને હાજર કરવા અને જમાઈ તથા પતિને ન મારવા માટે સુરત જિલ્લા એલસીબીના લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમાએ ફરિયાદી પાસે 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી જે અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ કામરેજતી ઓરના ગામ જતા રોડ પર આવેલ આત્મવિલા સોસાયટી સામેથી લાંચની એક લાખની રકમ સ્વીકારતા એલસીબીના લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમાને ઝડપી પાડતા લાંચીયા પોલીસ કર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
