ભાવનગર મહુવા સરકારી હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર મહુવા સરકારી હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારી
સારવાર માટે દાખલ મહિલા દર્દી પર અચાનક ચાલુ પંખો તૂટી પડ્યો

ભાવનગર મહુવા સરકારી હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારીની ઘટના સામે આવી હતી

ભાવનગર મહુવા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ મહિલા દર્દી પર અચાનક ચાલુ પંખો તૂટી પડ્યો હતો. આ ઘટનામાં મહિલાની આંખ પાસે ગંભીર ઈજા પહોંચી અને મહિલાને ટાંકા લેવા પડ્યા હતા. ઇજાના કારણે હાલ મહિલાને આંખે જોવામાં ખુબજ તકલીફ હોવાનું જાણવા મળેલ છે. નસીબજોગ મહિલાનું નાનું બાળક આ દુર્ઘટનામાં બચી ગયું હોવાનું સામે આવેલ. હોસ્પિટલ બિલ્ડિંગને બન્યાને હજુ એક વર્ષ જેટલો જ સમય થયો છે ત્યા બનાવ બન્યો હતો. નવી હોસ્પિટલમાં નબળી કામગીરી સામે આવતા તંત્ર પર અનેક સવાલો ઊભા થયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *