સુરતમાં સગીરાની સાથે સોશિયલ મીડિયા મિત્રતા બની દુઃખદ
બિભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી 66 હજાર પડાવ્યા
ચોક બજાર પોલીસે યુપીના અલીગઢથી આરોપીને ઝડપી લીધો
સુરતની ચોક બજાર પોલીસે લગ્નની લાલચે અને બિભત્સ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવી લેનાર નરાધમને પોલીસે યુપીના અલીગઢથી ઝડપી પાડ્યો છે.
સુરતની ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીની સગીર દિકરી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી તેની સાથે વાતચોત કરી તેણીને વીડીયો કોલ કરી લગ્ન કરવાની લાલચ આપી તેણીના બિભત્સ હાલતના ફોટા પાડી લઈ તેના આધારે બ્લેક મેલ કરી તેણીની જાતિ વિશયક અપશબ્દો કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેના પાસેથી 66 હજાર ઓનલાઈન પડાવી લેનાર નરાધમ એવા ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે રહેતા જીશાન શફીક ને યુપીના અલીગઢ ખાતેથી ચોક બજાર પોલીસે ઝડપી પાડી તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
