સુરતમાં તહેવારોને લઈ પોલીસ એકશનમાં
સુરતની ઉધના પોલીસે બે લુંટારૂઓને ઝડપી પાડ્યા
આફીફ ગયાસુદ્દીન શેખ અને શોએબ ગુલામહુસેન પઠાણની ધરપકડ
સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ટ્રક ચાલકને લુંટી લેનાર બે રીઢા લુંટારૂઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે.
સુરતમાં તહેવારોને લઈ પોલીસ એકશનમાં આવી ગઈ છે અને અસામાજિક તત્વો સામે બાજ નજર રાખી છે. ત્યારે સુરતની ઉધના પોલીસે બે લુંટારૂઓને ઝડપી પાડ્યા છે. ટ્રક રોકાવી ચાલકને ધમકાવી રોકડા રૂપિયા અને ટ્રકની લુંટ કરી હતી જે અંગે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓ આફીફ ઉર્ફે એક્કો ગયાસુદ્દીન શેખ અને શોએબ ગુલામહુસેન પઠાણની ધરપકડ કરી હતી. તો ઝડપાયેલા આરોપીઓમાં એક આસિફ વિરૂદ્ધ 16જેટલા ગુના નોંધાયેલા હોવાનુ પણ સામે આવ્યુ છે. હાલ તો ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
