લોકરક્ષક દળની પરીક્ષા દરમિયાન સુરત પોલીસની માનવતાભરી કામગીરી
કોલ લેટર ગુમાવનાર વિદ્યાર્થીની ખટોદરા પોલીસે કરી મદદ
પોલીસ મથકેથી ત્વરિત કોલ લેટર કાઢી અપાયું
વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડાયો
સુરત પોલીસની લોકરક્ષક દળની પરિક્ષા સમયે માનવતાના અને ખરેખર પ્રજા સેવકના દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારે ખટોદરા પોલીસે કોલ લેટર ગુમ થઈ જતા વિદ્યાર્થીને પોલીસ મથકેથી ત્વરિત કોલ લેટર કાઢી આપી પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો.
સુરતમાં લોકરક્ષક દળની પરિક્ષા સમયે સુરત પોલીસનો ખરેખર પ્રજા રક્ષકનો ચહેરો સામે આવ્યો હતો. ત્યારે સુરત શહેર ખટોદરા પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી હતી. લોકરક્ષક દળની પરિક્ષા માટે પરિક્ષાર્થીને કોલેટર નહીં મળતા અને રવિવારના દિવસે તમામ ઝેરોક્ષ દુકાનો બંધ હોવા છતાં ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક નવો પોલીસ કોલેટર કાઢી વિદ્યાર્થીને આપ્યો હતો અને સમયસર વિદ્યાર્થીને વિદ્યાભારતી સ્કૂલ ખાતે પહોંચવાની વ્યવસ્થા કરી આપી હતી. જેના કારણે વિદ્યાર્થીને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.
