સુરત : પરિણીત મહિલાના આત્મહત્યા કેસમાં રૂમ માલિકનો ભાઈ ઝડપાયો
ગળેફાંસો ખાતા પહેલા મોકલેલી 4 ઓડિયો ક્લિપથી રહસ્ય ખુલ્યું
8-9 મહિનાથી ત્રાસ આપતો હતો
સુરતની સચીન જીઆઈડીસી પોલીસે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતની સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શીવ નગર ખાતે રાજીવ કુમારની ચાલમાં રહેતા યુવાનને માનસિક ત્રાસ આપી છેલ્લા આઠ નવ મહિનાથી હેરાન પરેશાન કરનાર મકાન માલિકના ભાઈ અજયકુમાર ઉર્ફે દિનેશ રામનેવલ રામભિલાખ મોર્યાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોય જે મામલે રંભા મંગરૂ ઘુઘલ ગુપ્તાએ સચીન જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આપઘાતની દુષ્પ્રેરણા આપનાર આરોપી મુળ યુપીનો અને હાલ વેસુ ખાતે રહેતા અજયકુમાર ઉર્ફે દિનેશ રામનેવલ રામભિલાખ મોર્યાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
