વડોદરામાં બુલેટચાલકને માર મારવાનો મામલો
સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરનાર બુલેટ ચાલક વિરુદ્ધ ગુનો
ટ્રાફિક પોલીસે માર માર્યાના આક્ષેપ મામલે જાટ સમાજનો રોષ
વડોદરા શહેરના નર્સિંગ હોમ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગની કામગીરી દરમિયાન નંબર પ્લેટ વગરની અને મોડી ફાઇડ સાઇલેન્સર વાળી બુલેટના ચાલકે ટ્રાફિક પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કર્યા બાદ ટ્રાફિક એસપીની કચેરી ખાતે પણ ઉચ્ચ પોલીસ અધિકારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા રાવપુરા પોલીસે ફરિયાદના આધારે સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરનાર બુલેટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
વડોદરામાં રાવપુરા પોલીસે ફરિયાદના આધારે સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરનાર બુલેટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તો બીજી તરફ, આ મામલે બુલેટ ચાલક અને તેના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકનો આરોપ છે કે તેને પોલીસ મથકમાં લઈ જઈને પોલીસ કર્મચારીઓ દ્વારા જાનવરની જેમ ડંડા વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ચર્ચા જાગતા મામલો ગરમાયો છે. યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને તેઓ આ મામલે પોલીસ વિરુદ્ધ વળતી ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આજરોજ ટ્રાફિક પોલીસે માર માર્યાના આક્ષેપ મામલે જાટ સમાજનો રોષ જોવા મળ્યો છે, હાલમાં આ ઘટનાના વિડીયો અને આક્ષેપોને પગલે સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે
વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ અને એક બુલેટ ચાલક વચ્ચે થયેલી ઉગ્ર બોલા ચાલીએ હવે ગંભીર વળાંક લીધો છે. મળતી માહિતી મુજબ, ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર બુલેટ લઈને પસાર થતા કૌશલ નામના યુવકને અટકાવ્યો હતો. આ દરમિયાન દંડ અથવા કાગળો બાબતે બંને પક્ષો વચ્ચે રકઝક શરૂ થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસે આ મામલે શિસ્તભંગ અને ફરજમાં રુકાવટ બદલ બુલેટ ચાલક કૌશલ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
