સુરતમાં પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિશાળ સમાજસેવા કાર્યક્રમ
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય
લાખો વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિશાળ સમાજસેવા કાર્યક્રમ યોજાયો. હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય અને લાખો વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમ ખાતે હિરાબાનો ખમખારો ફાઉન્ડેશન દ્વારા સમાજસેવાનો વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહનરૂપે 7,500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતાં. જ્યારે આશરે 1 લાખ 25 હજાર વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 15 હજાર જેટલા લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ, મેયર દક્ષેશ માવાણી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતાં. તો ફાઉન્ડેશનના પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં આશરે 3.5 કરોડ રૂપિયાની સહાય દીકરીઓને આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે મંત્રી સી.આર. પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં.
