સચીન જીઆઈડીસી પોલીસની મોટી કાર્યવાહી,
એનડીપીએસ કેસની વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ
મરોલી પોલીસ મથકના એનડીપીએસ ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીની ધરપકડ
સુરતની સચીન જીઆઈડીસી પોલીસે મરોલી પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી.
સુરત પોલીસ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસ શહેરમાં અને અન્ય શહેરોમાં ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે મરોલી પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાંસંડોવાયેલા મહિલા આરોપી શીલાદેવી સત્યનારાયણ ચૌહાણને ઝડપી પાડી તેનો કબ્જો મરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
