સુરત પોલીસ ગુમ બાળકોને શોધવા ઝડપી કામગીરી

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસ ગુમ બાળકોને શોધવા ઝડપી કામગીરી
વરાછા વિસ્તારમાં ટ્યુશન ક્લાસથી ગુમ થયેલા બાળક
ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સુરક્ષિત રીતે સોંપ્યો

સુરત પોલીસ ગુમ બાળકોને શોધવા ઝડપી કામગીરી કરતી હોય છે ત્યારે વરાછા વિસ્તારમાં ટ્યુશન ક્લાસથી ગુમ થયેલા બાળકને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સુરક્ષિત રીતે સોંપ્યો હતો.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાંથી ટ્યુશન ક્લાસ દરમિયાન ગુમ થયેલા બાળકને શોધવા માટે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વરાછા પોલીસે અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં તપાસ, સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે બાળકને ગણતરીના કલાકોમાં સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો. અને ત્યારબાદ બાળકને તેના પરિવારજનોને સહીસલામત સોંપવામાં આવ્યો હતો. પોલીસની સતર્કતા, ઝડપી કાર્યવાહી અને સંકલિત કામગીરીના કારણે પરિવારને મોટી રાહત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *