સુરતમાં ઠગાઈના બનાવોમાં વધારો
શેર બજારમાં રોકાણના નામે પૈસા પડાવ્યા
શેર અને આઇપીઓમાં રોકાણના બહાને લાખોની છેતરપિંડી
લગ અલગ બેંક એકાઉન્ટોમાં 99 લાખ 50 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા
શેર બજાર તથા આઈપીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું જણાવી ફરીયાદી પાસેથી લાખો રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેનાર આરોપીઓને સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે ઝડપી પાડ્યા છે.
રોજેરોજ ઓનલાઈન ઠગાઈના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં રહેતા યુવાનને શેર બજાર તથા આઈપીઓ માં રોકાણ કરી રોજના 5 થી 10 સુધીના નફાની વાત કરી તેઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં 99 લાખ 50 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ યુવાનને કોઇ રૂપિયા વિડ્રો ન કરવા દઈ તેઓ સાથે છેતરપિંડી કરાઈ હતી. આ મામલે ઠગાયેલા યુવાને સાયબર ક્રાઈમમાં જઈ ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી હતી અને બેંકો તરફથી જરૂરી વિગતો મેળવી ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મુળ ભાવનગરના મહુવાનો અને હાલ ઓલપાડ વેલંજા ગામ ખાતે રહેતા કેતન મગન પોપટ વેકરીયા, બીજો મુળ ભાવનગરના તળાજાનો અને હાલ મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતો અજય આનંદ ઘણેશ ઈટાલીયા, ત્રીજો મુળઅમરેલીના સાવરકુંડલાનો અને હાલ મોટા વરાછા ખાતે રહેતા જલ્પેશ ભવાન રવજી નડીયાદરા, ચોથો મુળ ભાવનગરના મહુવાનો અને હાલ મોટા વરાછા લજામણી ચોક પાસે રહેતો વિશાલ અરવિંદ જસમત ઠુમ્મર, પાંચમો મુળ અમરેલીના લીલીયાનો અને હાલ સરથાણા જકાતનાકા વ્રજચોક ખાતે રહેતો હિરેન પ્રવિણ શામજી બરવાળીયા અને છઠ્ઠો મુળ ભાવનગરના ઘોઘાનો અને હાલ વેલંજા ખાતે રહેતા દશરથ રામજી જયશંકર ધાંધલીયાને ઝડપી પાડ્યા હતાં. જ્યારે આ ગુનામાં અગાઉ સાયબર ક્રાઈમે મુળ ભાવનગર પાલીતાણાનો અને હાલ એલ.એચ. રોડ પર રહેતા નાનજી ઉર્ફે પ્રવિણ પરષોત્તમ સવજી બારયાને ઝડપી પાડ્યો હતો. હાલ તો આ મામલે સાયબર ક્રાઈમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.