સુરતમાં વોન્ટેડ આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા
સચીન જીઆઈડીસી પોલીસે બુડીયા ચોકડીથી ઝડપ્યો
બદ્રીનાથ ઉર્ફે મીથુન ગુરૂનાથ મલીકની ધરપકડ
સચીન જીઆઈડીસી પોલીસ હત્યાના ગુનાના વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ અને નાયબ પોલીસ કમિશનર ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુચનાના આધારે સચીન પીઆઈ કે.એ. ગોહિલ તથા સેકન્ડ પી.આઈ. બી.બી. પરમારના માર્ગદર્શ હેઠળ પી.એસ.આઈ. એચ.આર. પટેલના નેતૃત્વમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ રૂપાભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાહુલ રમેશભાઈનાઓએ બાતમીના આધારે સચીન જીઆઈઢીસી બુડીયા ચોકડી ખાતેથી હત્યાના ગુનામાં નાસતા ફરતા હત્યારા મુળ ઓરિસ્સાના ગંજામનો અને હાલ પાંડેસરા ભીમ આવાસમાં રહેતા બદ્રીનાથ ઉર્ફે મીથુન ગુરૂનાથ મલીકને ઝડપી પાડી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.