સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 28 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો
સલાબતપુરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી
રઘુવીરસિંહ રાજપુતને રાજકોટના નાનામોવા ખાતેથી ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 28 વર્ષથી સલાબતપુરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજકોટના નાનામોવા ખાતેથી ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલ વર્ષોથી વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટના નાનામોવા ખાતે જઈ ત્યાંથી 1998 એટલે કે 28 વર્ષથી સલાબતપુરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા મુળ રાજસ્થાનના ચુરૂનો અને હાલ રાજકોટ ખાતે રહેતા રઘુવીરસિંહ માલસિંહ રાજપુતને ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
