સુરતની કાપોદ્રા પોલીસે મિત્રતા કેળવી બળાત્કાર ગુજારનારને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની કાપોદ્રા પોલીસે મિત્રતા કેળવી બળાત્કાર ગુજારનારને ઝડપ્યો
સોશીયલ મીડિયા દ્વારા મહિલા સાથે મિત્રતા કેળવી
આરોપી જેનીલ ટોનીશ પડસાળા અને આશીષ વેકરીયાને ઝડપ્યા

સુરતની કાપોદ્રા પોલીસે સોશીયલ મીડિયા દ્વારા મહિલા સાથે મિત્રતા કેળવી બળાત્કાર ગુજારી તેના દાગીના અને રોકડ પડાવી લેનાર નરાધમ અને તેના સાથીદારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધાં હતાં.

સુરતમાં સોશીયલ મીડિયા દ્વારા થતી મિત્રતા મહિલાઓ અને યુવતિઓને ભારે પડી રહી હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે ફરી એક મહિલાને સોશીયલ મીડિયાથી થયેલી મિત્રતામાં પોતાનુ શિયળ અને સાથે ધન ગુમાવવાનો વારો આવ્યો હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાઈ હતી. જેને લઈ કાપોદ્રા પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી એક મહિલા સાથે સોશીયલ મીડિયામાં મિત્રતા કેળવી દુષ્કર્મ આચરી તેની પાસેથી દાગીના અને રોકડા રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદની ચાલી રહેલી તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે વર્કઆઉટ કરી આરોપી ટોનીશ ઉર્ફે જેનીલ ટોનીશ પડસાળા અને તેના સાથીદાર એવા આશીષ વેકરીયાને ઝડપી પાડી બન્નેને સળીયા પાછળ ધકેલી દીધાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *