કે.પી.ગ્રુપ તેમજ પી.પી.સવાણી ગ્રુપ દ્વારા શરૂ કરેલ

Featured Video Play Icon
Spread the love

કે.પી.ગ્રુપ તેમજ પી.પી.સવાણી ગ્રુપ દ્વારા શરૂ કરેલ
હિન્દુ માટે ચારધામ તેમજ મુસ્લિમ દીકરીઓ માટે ઉમરાહ જાત્રા

સુરત. દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી.સવાણી ગ્રુપ તેમજ કે.પી.ગ્રુપ સંગાથે તા. ૧૬/૬/૨૦૨૫ થી ૮/૭/૨૦૨૫ સુધી નાત-જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ૩૦૦ ગંગા સ્વરૂપ બહેનો માટે “ચારધામ યાત્રા” તેમજ જુલાઈ ૨૦૨૫માં મુસ્લિમ દીકરી-જમાઈઓ માટે ૧૫ દિવસની ઉમરાહ, મક્કા-મદીના, સાઉદી અરેબિયાની યાત્રાએ મોકલવા જઈ રહ્યા છીએ.

ચારધામ યાત્રાનો ઉદ્દેશ પી.પી.સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેનો સંબધને વધુ ગાઢ બનાવા માટેનો છે જેથી કરી આ તમામ દીકરીઓના લગ્ન જીવનને વધુ મજબુત બનાવી શકાય. આ હિન્દુ-મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની જાત્રા મોકલવા માટે ડૉ.ફારુક પટેલ, ચેરમેન-એમડી, કેપી ગ્રુપ અને પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈની લાગણી દર્શાવતો એક અનોખું ઉદાહરણ આપ્યું છે. સુરતના ડૉ.ફારુક પટેલ, ચેરમેન-એમડી, કેપી ગ્રુપ જે પી.પી.સવાણી યુનિવર્સિટીમાં ડીગ્રી/ડિપ્લોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે પણ “ઉર્જા નુર સ્કોલરશીપ” (મફત ઉચ્ચ શિક્ષણ) ની સેવા આપી રહ્યા છે.તા.૧૬/૬/૨૦૨૫ થી પ્રારંભ થનાર આ પવિત્ર ધાર્મિક યાત્રામાં ૩૦૦ થી વધુ બહેનો પ્રયાગરાજ ત્રિવેણી સંગમ, વારાણસી, છાપૈયા અને અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરી કુલ ૬ દિવસના રહેવા-જમવા સહિતની સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં ઉધના સ્ટેશનથી કંકુ તિલક કરી ખુશ-ખુશાલ રવાના કરવામાં આવશે. જે અંતર્ગત તા. ૧૩/૬/૨૦૨૫, શુક્રવારના રોજ “મિતુલ ફાર્મ” પ્રાણી સંગ્રાહલયની પાછળ, વરાછા રોડ, સુરત ખાતે ટુર વિશે વિશેષ સમજુતી અને આયોજન માટે મીટીંગની આયોજન કર્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *