સુરતના લિંબાયત વિસ્તારમાં યુવતિની છેડતી

Featured Video Play Icon
Spread the love

સુરતના લિંબાયત વિસ્તારમાં યુવતિની છેડતી
યુવતિની છેડતીને લઈ થયેલા ઝઘડામાં એકની હત્યા
હુમલામાં અન્ય બે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા

સુરતના લિંબાયત વિસ્તારમાં યુવતિની છેડતીને લઈ થયેલા ઝઘડામાં એકની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ જ હુમલામાં અન્ય બે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લિંબાયતમાં યુવતિની છેડતી મામલે હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. લિંબાયતના કમરૂ નગર ખાતે આવેલ નવી ટેનામેન્ટમાં યુવતિની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે માતાએ ઠપકો આપતા આરોપીના પરિવારે હુમલો કર્યો હતો જેમાં યુવતિના પરિવારના ત્રણ સભ્યો પર થયેલા હુમલામાં એકનુ મોત નિપજ્યુ હતું. જ્યારે બેને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા હતાં. બનાવની જાણ થતા જ લિંબાયત પોલીસે છેડતી અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *