સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી
ગોદાવાડી તાલુકા પંચાયત બેઠકના બીજેપી ઉમેદવાર અને અપક્ષ વચ્ચે જંગ
સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની ગોદાવાડી તાલુકા પંચાયત બેઠકના બીજેપીના ઉમેદવાર અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ.
સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી તારીખ 26 એપ્રિલના યોજાઇ રહી હોય ગોદાવાડી તાલુકા પંચાયત બેઠકના બીજેપીના ઉમેદવાર એવા શ્રીમતી બીનલબેન નિલયભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવાર એવા શર્મિલાબેન જીગ્નેશભાઈ પટેલ વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે. એક તરફ અપક્ષના ઉમેદવાર બીજેપી ઉમેદવારની વચ્ચે બરાબરની ટક્કર ચાલી રહી હોય એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. 43 ડિગ્રી તાપમાન નોંધાયું હોય તો પણ અસહ્ય ગરમી નો મહાલ હોય તો પણ મતદારો પોતાનો વોટ આપવા માટે બુથ પર આવી રહ્યા હતા . બીજેપીના ઉમેદવારને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સ્પષ્ટ બહુમતીથી અમે વિજય મેળવીશું. તેમજ અપક્ષના ઉમેદવારએ પણ એમ જણાવે છે કે અમે 200 વોટથી બીજેપીના ઉમેદવારને અમે હાર આપીશું.
તારીખ 28આ એપ્રિલના રોજ ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કયા પક્ષને જનતા જનાર્દન એ સ્પષ્ટ બહુમતી આપશે. ગોદાવાડી ગામના વતની જેમનું નામ વૈશાલીબેન ચંપકભાઈ પટેલ જેમના આજરોજ લગ્ન હોય તો પણ તેમણે ” પહેલા મતદાન પછી લગ્ન ” લગ્ન દિવસે મતદાન કરી લોકશાહી પર્વને પ્રાથમિકતા આપી વોટ નું મહત્વ શું છે એ સમજી વોટ આપવા હાજર રહ્યા હતા. જેથી લોકોમાં મતદાન કરવું એવી સમજણ ઊભી થાય..
