સુરતમાં વધુ એક મોડલનો આપઘાત
અંજલિએ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો; અંતિમ રીલમાં લખ્યું-
‘આજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઇ નથી ‘
સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ફરી એક મોડેલએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. સુરનતા સગરામપુરા વિસ્તારમાં રહેતી મોડેલએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં રોજેરોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે અઠવા પોલીસ મથકની હદમાં એક મોડેલએ આપઘાત કર્યો હતો. સુરતમાં અગાઉ પણ એક મોડેલએ આપઘાત કર્યો હોવાની ઘટના તાજી છે ત્યાં સગરામપુરા વિસ્તારમાં મોડેલએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. સગરામપુરામાં રહેતી 23 વર્ષીય મોડેલ અંજલિ વરમોલાએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. તો અંજલિ માનસિક તણાવમાં આવી આ પગલુ ભર્યુ હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. હાલ તો અઠવા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.