પૂરપાટ ઝડપે બોલેરો ટ્રેલર પાછળ ઘૂસી, 7ના મોત
ભાવનગર-તળાજા સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
ત્રાપજ ગામ પાસે સર્જાયો જીવલેણ અકસ્માત
પૂરપાટ ઝડપે બોલેરો ટ્રેલર પાછળ ઘૂસતા 6ના મૌત, CCTV: ભાવનગર-તળાજા સોમનાથ હાઈવે રક્તરંજિત, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરીએ જતા કાળનો ભેટોભાવનગર-તળાજા સોમનાથ હાઈવે આજે 6 ઓક્ટોબરે રક્તરંજિત થયો છે. સવારના સમયે ત્રાપજ ગામ પાસે ઉભેલા ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે બોલેરો ઘૂસી ગઈ હતી જેના CCTV પણ સામે આવ્યા છે. અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકો શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરીએ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. બોલેરોમાં સવાર છના મોત મૃતકોમાં બોલેરોમાં સવાર વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ, યોગેશભાઈનો સમાવેશ થાય છે. જ્યારે જ્યારે ઇજાગ્રસ્ત જયેશભાઈ નામની વ્યક્તિને ગંભીર હાલતે પ્રથમ ભાવનગર સર્ટિ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રેલર ચાલક ચા પીવા ઉભો રહ્યો હતો તળાજા તાલુકાના ત્રાપજ ગામ પાસે RJ-31-GA-9871 નંબરનું ટ્રેલરનો ચાલક ચા-પાણી પીવા માટે ઉભો હતો. ત્યારે અચાનક ટ્રેલરની પાછળ બોલેરો નંબર GJ04-EP-2599 ઘૂસી ગઈ હતી. જેના કારણે બોલેરો કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. ત્યારે ઘટનાસ્થળે જ છ લોકોના મોત થયા હોવાની માહિતી છે. અને બોલેરોમાં સવાર અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 24/B અને પ્લોટ નંબર 137નો સ્ટાફ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અન્ય સમાચારો પણ છે…ત્રાપજ નજીક બોલેરો ટ્રક પાછળ ઘૂસી, 4ના મોત: તળાજા-ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માત, 5 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ પહોંચી
